વાંકાનેર ખાતે ફરિયાદી નવાબભાઈ રજાકભાઈ શેખ (રહે. ચંદ્રપુર)એ સબંધ અને મિત્રતાના નાતે આ કામના આરોપી શુભમભાઈ પિયુષભાઈ ભાટી (રહે. વિશિપરા વાંકાનેર)ને રૂ. 1.66 લાખ હાથ ઉછીના આપેલ હોય, જેની ચુકવણી માટે આરોપીએ આપેલ ચેક રિટર્ન થતા ફરિયાદીએ વાંકાનેર કોર્ટેમાં ફરિયાદ કરતા આ કેસ નામદાર કોર્ટમાં ચાલી જતાં આરોપીના વકીલ ભગીરથસિંહ જાડેજા અને રાજેશભાઈ એમ. મઢવી (નોટરી)ની ધારદાર દલીલો અને નામદાર સુપ્રીમ કોર્ટેના ચુકાદાઓને ધ્યાનમાં રાખી કોર્ટે આરોપી શુભમભાઈ ભાટીને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો છે ….
