વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં વર્ષ 1995થી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા પુર્વ સેક્રેટરી અબ્દુલભાઈ એ. ચૌધરી વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં ગઈકાલ સોમવારે માર્કેટિંગ યાર્ડના કોન્ફરન્સ હોલ ખાતે તેમનો નિવૃત્ત વિદાયમાન સમારોહ યોજાયો હતો, જેમાં છેલ્લા 30 વર્ષથી તેમની માર્કેટીંગ યાર્ડને મળેલ સેવામાં યાર્ડ સતત સફળતાના શિખરો સર કરી રહી હોય, જે બદલ તેમને સન્માનિત કરી નિવૃત્ત જીવનની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી…
આ તકે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગુલામભાઈ પરાસરા, વાઇસ ચેરમેન નાથાભાઈ ગોરીયા, પૂર્વ ધારાસભ્ય મોહંમદજાવેદ પીરજાદા, કોંગ્રેસ અગ્રણી શકીલ પીરઝાદા સહિત માર્કેટિંગ યાર્ડના તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને વાંકાનેર વિસ્તારના સહકારી, સામાજીક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહી નિવૃત્ત થતા સેક્રેટરી અબ્દુલભાઈ ચૌધરીને સન્માનિત કરી નિવૃત્ત વિદાયમાન આપ્યું હતું….