વાંકાનેર બાઉન્ડ્રી નજીક રાજકોટ-અમદાવાદ હાઇવે પર ફ્રુટનો વેપાર કરી ગુજરાન ચલાવતા ચોટીલાના વતની દંપતિને હાઇવે પરથી પુર ઝડપે પસાર થતી એક કારના ચાલકે હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં પત્નીની નજર સામે જ પતિનું કરૂણ મોત થયું હતું જ્યારે મહિલાને પણ ઇજાઓ પહોચી હતી. અકસ્માત બાદ કાર ચાલક કાર ઘટનાસ્થળે જ મૂકી નાસી ગયો હતો….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર બાઉન્ડ્રી નજીક ગત તા. ૨૨ જુનના રોજ બપોર સમયે વાંકાનેર બાઉન્ડ્રી પાસે ફ્રુટની લારી રાખી વેપાર કરતા ચોટીલાના બોરીયાનેશ ગામના વતની હિંમતભાઇ ઉગરેજીયા અને તેમના પત્ની ભારતીબેન ઉગરેજીયાને હાઈવે પરથી પુર ઝડપે પસાર થતી કાર નં. GJ 16 DS 7851ના ચાલકે હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં હિંમતભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત થયું હતું જ્યારે ભારતીબેનને પણ ઇજાઓ પહોંચી હોય, જેથી હાલ આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA