વાંકાનેર બી.આર.સી. ભવન ખાતે આજ રોજ ટીમ એજ્યુકેશન-વાંકાનેર દ્વારા વયનિવૃત્ત થયેલ વાંકાનેર તાલુકાના પુર્વ પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. જે. જી. વોરા તેમજ જિલ્લા ફેર બદલી થયેલ પૂર્વ બી.આર.સી. કૉ.ઑ. મયૂરરાજસિંહ પરમારનો વિદાય સન્માન સમારોહ યોજાયો હતો. આ તકે કાર્યક્રમના અધ્યક્ષ તરીકે વાંકાનેર ટી.ડી.ઓ. બિપિનભાઈ સોલંકી, મુખ્ય અતિથિ TPEO કિશોરભાઈ રાઠોડ, તાલુકા હિસાબનીશ આશિષભાઈ મકવાણા,
કેળવણી નિરીક્ષક રમેશભાઈ ડાભી, યુવરાજસિંહ વાળા, અશોકભાઈ સતાસિયા, નવઘણભાઈ દેગામા, અબ્દુલરહીમભાઈ બાવરા, વર્તમાન બી.આર.સી.કૉ.ઑ. જાવિદભાઈ બાદી, મહેન્દ્રસિંહ ઝાલા, ડૉ. લાભુબેન કારાવદરા, વાંકાનેર તાલુકાના તમામ સી.આર.સી.કો.ઑ., તાલુકા શાળાના આચાર્યો, પેટા શાળાના આચાર્યો અને સમગ્ર વાંકાનેર તાલુકાના શિક્ષકોની ઉપસ્થિતિમાં બંને વિદાયમાનોને ફુલ-હાર અને શાલ ઓઢાડી સન્માનિત કરી માનભેર વિદાય આપવામાં આવી હતી. જે બાદ વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી શરાફી મંડળીની વાર્ષિક સાધારણ સભા પણ યોજાઈ હતી….