આજરોજ રવિવારે સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતોની સામાન્ય તથા પેટા ચૂંટણી માટે મતદાન યોજાઇ રહી હોય દરમિયાન વાંકાનેર તાલુકાના 14 ગામોમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે બપોરે 3:00 વાગ્યા સુધીમાં સરેરાશ 51.52 ટકા જેટલું મતદાન નોંધાયો છે….
અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેર તાલુકાની સાત ગ્રામ પંચાયતોની સામાન્ય /મધ્ય સત્ર / વિભાજિત ચૂંટણીમાં 52.51 ટકા તેમજ સાત ગામોની પેટા ચૂંટણીમાં 50.29 ટકા સરેરાશ મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થઇ ચૂક્યું છે…..
વાંકાનેરના મુખ્ય ગામોની રસપ્રદ ચુંટણીમાં વિગતવાર માહિતી જોઇએ તો બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ૧). ભાટીયા ગ્રામ પંચાયતમાં કુલ 4228 મતદારોમાં 1704 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતા સરેરાશ 40.30% મતદાન થયું છે. ૨). પીપળીયા રાજ ગ્રામ પંચાયતમાં કુલ 3744 મતદારોમાં 2382 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતા સરેરાશ 63.62% મતદાન થયું છે. અને ૩). પંચાસીયા ગ્રામ પંચાયતમાં કુલ 3484 મતદારોમાં 2236 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતા સરેરાશ 64.17% મતદાન થયું છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA