Wednesday, July 30, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 14 ગામોમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ...

    વાંકાનેર તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 14 ગામોમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ : પ્રથમ બે કલાકમાં 11.39% મતદાન……

    સવારે ૭ થી ૯ દરમ્યાન કુલ 11.39 ટકા ઉત્સાહપૂર્વક મતદાન નોંધાયું, 27,822 મતદારોમાંથી 3170 એ મતાધિકારનો ઉપયોગ કર્યો….

    મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં આજરોજ રવિવારે ગ્રામ પંચાયતોની સામાન્ય, મધ્યસત્રીય અને પેટા ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં વહેલી સવારથી જ મતદાન શરૂ થયું છે. જેમાં ગ્રામ્ય મતદારો વહેલી સવારથી જ મતદાન મથકો પર ઉત્સાહપૂર્વક કતારોમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચી ગયા છે….

    વાંકાનેર તાલુકામાં સમરસ અને બિનહરીફ પંચાયતોને બાદ કરતા હવે પંચાસીયા, કાશીપર ચાંચડીયા, પલાસડી, ભેરડા, સિંધાવદર-વીડી ભોજપરા, ભાટીયા, પીપળીયા રાજ, સતાપર, હશનપર, શેખરડી, ખીજડીયા-પીપરડી, પાજ, લુણસર, આણંદપર સહિત 14 ગામોમાં સરપંચ તથા સભ્યોની ચૂંટણી માટે સવારથી મતદાન શરૂ થયું છે. જેમાં કુલ 34 મતદાન મથકો ઉપર મતદાન શરૂ થયું છે. આ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

    આ ચૂંટણીમાં 34 બુથો પર યોજાતા મતદાનમાં 27,822 મતદારો મતાધિકારના ઉપયોગ થકી સ્થાનિક પ્રતિનિધિને ચુંટશે‌. આ મતદારો પૈકી 14,056 પુરુષો તથા 13,766 સ્ત્રી મતદારો સમાવેશ થાય છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!