મોરબી જીલ્લાના સૌથી મોટા અને વિશાળ ઇન્ડસ્ટ્રીઝ ધરાવતા વાંકાનેર તાલુકામાં ફાયર સ્ટેશનનો અભાવ, ઉનાળો શરૂ થતાં જ દિનપ્રતિદિન વધતા જતા આગના બનાવો….
ઉનાળાની શરૂઆત થતાં જ આગ લાગવાની ઘટનાઓ પણ વધી રહી છે, ત્યારે વાંકાનેર તાલુકાના મિતાણા રોડ પર વાલાસણ ગામ નજીક આવેલ ઇન્ડીયા કોટન ઇન્ડસ્ટ્રીઝ નામના કોટન જીનમાં આજરોજ બપોરના સમયે અચાનક કોઇ કારણોસર આગ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં જોત જોતામાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બનાવની તાત્કાલિક જાણ વાંકાનેર, મોરબી, રાજકોટ ફાયરબ્રિગેડની ટીમને કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વાલાસણ ગામની સીમમાંથી આવેલ ઇન્ડીયા કોટન ઇન્ડસ્ટ્રીઝ નામના કોટન જીનમાં આજરોજ બપોરના ત્રણ વાગ્યાની આસપાસ અચાનક કોઇ કારણોસર આગ લાગતાં ગ્રાઉન્ડમાં રાખેલ કપાસનો જથ્થો બળીને ખાક થઇ ગયો હતો, જેમાં જોત જોતામાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા તાત્કાલિક મોરબી, વાંકાનેર અને રાજકોટ ફાયરબ્રિગેડની ટીમને જાણ કરતાં,
હાલ મોરબીથી એક ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જ્યારે અલગ અલગ સ્થળોએથી અન્ય ચારથી વધુ ટીમો સ્થળ પર પહોંચવા રવાના થઇ હોવાની માહિતી મળી રહી છે. ટુંક સમયમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા હાલ દોઢ કલાકની જહેમત બાદ પણ હજુ કાબુમાં ન આવી હોવાની વિગતો મળી રહી છે…