Thursday, July 31, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના વેપારી યુવાનએ ટાટા પ્રોજેક્ટમાં જોબ વર્કથી ઘરે બેઠા રૂપિયા કમાવાની લાલચમાં...

    વાંકાનેરના વેપારી યુવાનએ ટાટા પ્રોજેક્ટમાં જોબ વર્કથી ઘરે બેઠા રૂપિયા કમાવાની લાલચમાં 48 લાખ રૂપિયા ગુમાવ્યા….!

    વાંકાનેર શહેર ખાતે અરબાબ એજન્સી ચલાવતાં રસીકગઢ ગામના યુવાન સાથે છેતરપિંડી, સાઇબર ક્રાઇમ પોલીસમાં ફરીયાદ નોંધાઇ….

    વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર મોનાલી ચેમ્બરમાં અરબાબ એજન્સી નામે વેપારી પેઢી ચલાવતા રસીકગઢ ગામના યુવાનને ભેજાબાજો દ્વારા ટેલીગ્રામમાં વાતચીત કરી ઘરબેઠા રૂપિયા કમાવવાની લોભામણી લાલચ આપી રૂ. ૪૮,૦૩,૮૮૫ નું રોકાણ કરાવી બાદમાં વેપારીએ રૂપિયા પરત માંગતા રૂપિયા પરત નહી આપી છેતરપીંડી આચરવામાં આવી હોવાની ફરીયાદ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રસીકગઢ ગામે રહેતા અને ખેતી તથા વેપાર કરતા મકબુલહુસૈનભાઈ અલીભાઈ માથકિયા (ઉ.વ‌. ૩૮) એ મોરબી સાયબર ક્રાઇમ પોલીસમાં આરોપી ટેલીગ્રામ યુઝર, વોટ્સએપ યુઝર, યુપીઆઇ આઈડી, બેન્ક ધારક સહિત ૧૫ એકાઉન્ટ ધારકો વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે કે, આરોપીઓએ ફરીયાદીને ટાટા પ્રોજેકટના નામે જોબ વર્ક આપવાની ટેલીગ્રામ દ્વારા વાતચીત કરી,

    ફરીયાદીને ઘર બેઠા રૂપીયા કમાવવાની લોભામણી લાલચ આપી રૂ. ૪૮,૦૩,૮૮૫ નું રોકાણ કરાવી બાદમાં ગલ્લાંતલ્લાં કરતા ફરીયાદીએ રૂપીયા પરત માંગતા આરોપીઓએ ‘ હજુ ટેકસની રકમ ભરો તો જ રૂપીયા પરત મળશે… ‘ તેમ કહી ફરીયાદીને આજદિન સુધી રૂપીયા પરત નહીં આપી ફરીયાદી સાથે ગુન્હાહીત કાવતરૂ રચી વિશ્વાસઘાત-છેતરપીંડી કરી હોય જેથી હાલ આ મામલે પોલીસે યુવાનની ફરીયાદના આધારે ગુન્હો નોંધી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!