વાંકાનેર તાલુકાના મોમીન કોમના ધર્મગુર અને કુત્બે કાઠિયાવાડ હઝરત પીર સૈયદ મોમીનશાહ બાવા સાહેબના યૌમે વિલાદતની ખુશીના ઇઝહારના ભાગરૂપે ગઇકાલે ૧૮ રમજાનના રોજ વાંકાનેર તાલુકાના ચંદ્રપુર, ગુલશન પાર્ક, મહિકા, ગારીડા, મેસરિયા, ભલગામ, લીંબાળા, કેરાળા, લાલપર, રસિકગઢ, વીડી ભોજપરા, સિંધાવદર, રાજાવડલા, જૂની કલાવડી, ખીજડિયા, પંચાસર, વઘાસિયા,
રાણેકપર, પંચાસિયા, વાંકિયા, રાતીદેવરી, મોટા ભોજપરા, ટોળ, ટંકારા, પીપળિયા રાજ, ધમલપ૨, અમરસર, વાલાસણ, પ્રતાપગઢ, સરધારકા સહિત 30 થી વધુ ગામોની મસ્જિદોમાં અકિતમંદો દ્વારા રોઝેદારો માટે મેગા ઇફતારીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇફતાર પાર્ટીમાં મોટી સંખ્યામાં રોઝેદારોએ હાજરી આપી મોમીનશાહ બાવાની બારગાહમાં ખીરાજે અકિદત પેશ કરી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm