Tuesday, July 8, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરની બહુચર્ચિત પંચાસીયા ગામની કિસાન સેવા સહકારી મંડળીની હાઈ પ્રોફાઈલ ચુંટણીનું પરિણામ...

    વાંકાનેરની બહુચર્ચિત પંચાસીયા ગામની કિસાન સેવા સહકારી મંડળીની હાઈ પ્રોફાઈલ ચુંટણીનું પરિણામ જાહેર, 16 પૈકી 15 બેઠકો પર વિજય સાથે પીરઝાદા પેનલનો દબદબો યથાવત….

    16 બેઠકો પૈકી 15 પર પીરઝાદા પેનલ તથા એકમાત્ર બેઠકો પર ખેડૂત સંઘર્ષ સમિતિના ઉમેદવારો વિજેતા જાહેર…: સહકારી ક્ષેત્રમાં પીરઝાદા પેનલનો દબદબો યથાવત…

    વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામની શ્રી કિસાન સેવા સહકારી મંડળી લી. ની ચૂંટણી જાહેર થતાં જ સમગ્ર વાંકાનેર પંથકના રાજકારણમાં ગરમાવા આવ્યો હોય, જેમાં ખુદ વાંકાનેરના પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા અહીંથી ચુંટણી લડવા મેદાનમાં આવતા સામાન્ય સહકારી ક્ષેત્રની ચુંટણી હાઇ પ્રોફાઇલ બની હોય, જેમાં આજરોજ મંડળીની ચૂંટણીમાં મતદાન તથા મતગણતરી બાદ મંડળીની 16 બેઠકો પૈકી 15 બેઠકો પર ટ્રેક્ટરના નિશાન સાથે પીરઝાદા પેનલ અને એકમાત્ર બેઠકો પર ગાડુના નિશાન સાથે ખેડૂત સંઘર્ષ સમિતિના ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે, જેના કારણે ફરી એક વખત વાંકાનેરના સહકારી ક્ષેત્રમાં પીરઝાદા પેનલનો દબદબો યથાવત રહ્યો છે….

    બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના પંચાસીયા ગામની કિસાન સેવા સહકારી મંડળીની અગાઉ થયેલ ચુંટણીમાં લાંબી કાનૂની લડત બાદ જુની ચુંટણી પ્રક્રિયા રદ કરી નવેસરથી ચુંટણી જાહેર કરવામાં આવી હોય, જેમાં આ ચુંટણીમાં સમગ્ર વાંકાનેર વિસ્તારમાંથી રાજકીય અગ્રણીઓએ અંગત રસ લેતા ચુંટણી અંત્યત હાઇ પ્રોફાઇલ બની હોય, જેમાં આજે જાહેર થયેલા પરિણામમાં પૂર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાની પેનલના ઉમેદવારોએ મેદાન મારી 15 બેઠકો પર વિજય મેળવી સત્તાનું સુકાન સંભાળ્યું છે, જ્યારે સામે ખેડૂત સંઘર્ષ સમિતિની પેનલમાંથી એકમાત્ર ઉમેદવાર વિજેતા થતા પેનલનો રકાસ થયો છે…

    કિશાન સેવા સહકારી મંડળીની ચુંટણીમાં વિજેતા ઉમેદવારો.‌..

    ૧). અયુબભાઇ અહમદભાઇ ચૌધરી (નાના/સીમાંત ખેડુત) – ટ્રેક્ટર
    ૨). અયુબભાઇ મહમદભાઇ વકાલીયા – ટ્રેકટર
    ૩). ઇદ્રીશભાઇ રહીમભાઇ માથકીયા – ટ્રેક્ટર
    ૪). ઇસ્માઇલ આહમદ જલાલ શેરસીયા – ટ્રેકટર
    ૫). ઇસ્માઇલ રસુલભાઇ બાદી – ટ્રેક્ટર
    ૬). કમીબેન રસુલ આહમદ બાદી (મહીલા અનામત) – ટ્રેકટર
    ૭). ગુલામરસુલ નુરમામદ માથકીયા વિ. – ટ્રેકટર
    ૮). નજરૂદીન હુસેન અલીભાઇ ખોરજીયા – ટ્રેકટર
    ૯). બશીરહુસેન નુરમામદ બાદી – ટ્રેક્ટર
    ૧૦). મહંમદજાવેદ અબ્દુલમુત્તલીબ પીરઝાદા – ટ્રેકટર
    ૧૧). મહમદહુસેન રહીમભાઇ ખોરજીયા – ટ્રેકટર
    ૧૨). મહીપતભાઇ અવચરભાઇ કોંઢિયા વિ. – ટ્રેકટર
    ૧૩). મોહયુદીન આહમદભાઇ માથકીયા – ટ્રેકટર
    ૧૪). શીતલબેન ધીરૂભાઇ કોળી (મહીલા અનામત) – ટ્રેક્ટર
    ૧૫). હુસેનભાઇ મામદભાઇ જલાલ કડીવાર – ટ્રેક્ટર
    ૧૬). પીતાંબર ખેંગારભાઈ (અનુ.જાત/ જન જાતિ) – ગાડુ ; બિનહરીફ

    ( ટ્રેક્ટર : પીરઝાદા પેનલના વિજેતા ઉમેદવારો )
    ( ગાડુ : ખેડૂત સંઘર્ષ સમિતિના વિજેતા ઉમેદવારો )

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!