વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા જુગારના બે અલગ અલગ દરોડામાં કુલ બે વર્લીભક્તને પકડી લેવામાં આવ્યા છે, જેમાં શહેરના જીનપરા અને નવાપરા એમ બે સ્થળોએ દરોડો પાડી બે ઇસમને કુલ રૂ .૧૧,૩૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ પ્રથમ દરોડામાં વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે નવાપરા જીઆઇડીસીના નાકા પાસેથી લાલજીભાઈ ભગવનજીભાઈ કુણપરા (ઉ.વ.૩૪, રહે. આર.કે.નગર, નવાપરા)ને નસીબ આધારિત વર્લી ફિચર્સના આંકડાનો પૈસાની હારજીતનો જુગાર રમતા ઝડપી પાડી પોલીસે આરોપી પાસેથી રૂ.૬૩૦ નો મુદ્દામાલ કબ્જે કરીને જુગારધારા હેઠળ ગુનો દાખલ કર્યો છે…
બીજા દરોડામાં પોલીસ વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા પાસે જાહેરમાં વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમી રમાડતો સાહિલ હનીફભાઈ ભટ્ટી (ઉ.વ. ૨૨, રહે. આશીર્વાદ પેટ્રોલ પંપ પાછળ, નવાપરા)ને વર્લી મટકાના જુગાર રમવાના સાહિત્ય તેમજ રોકડ રકમ રૂ. ૧૦,૬૭૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm