વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામની સીમમાં ખેડૂતની વાડીમાં રહી ખેત મજૂરી કરતા પરપ્રાંતિય પરિવાર દ્વારા સવારમાં રસોઇ બનાવી બપોરે ભોજન કર્યા બાદ એક યુવાન અને યુવતીને ઝાડા-ઉલ્ટીની ઝેરી અસર થયા બાદ ફુડ પોઇઝનીંગથી એક યુવાનનું મોત થયું હતું અને એક મહિલાને પણ ઝેરી અસર થતાં સારવારમાં ખસેડાયા હોવાની વિગતો મળી રહી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામની સીમમાં મહમદહુશેનભાઈ જલાલભાઈ કડીવારની વાડીમાં રહી ખેત મજૂરી કામ મધ્યપ્રદેશના એક પરિવારના સભ્યો દ્વારા સવારમાં રસોઇ બનાવી બપોરે ભોજન લીધા બાદ અનીલભાઈ છગનભાઇ ડાવર (ઉ.વ. ૩૪) અને માયાબેનને ઝાડા-ઉલ્ટી સહિતની ઝેરી અસર થતાં સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, જ્યાં જમવામાં કોઈ ઝેરી પદાર્થ આવતા ફુડ પોઇઝનીંગથી અનીલભાઈ નામના યુવાનનું મોત થયું હતું, જ્યારે માયાબેનને વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે..
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm