વાંકાનેર-ચોટીલા હાઇવે ઉપર બાઉન્ડ્રી નજીક પસાર થતા એક ટ્રક ટેન્કર પાછળ પુરપાટ ઝડપે આવતા ટ્રક ટ્રેઇલરના ચાલકે ધડાકાભેર પોતાનું વાહન અથડાવી બાદમાં ટ્રેઇલર ચાલકે કાબુ ગુમાવતા ટ્રક ડિવાઈડર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક બિહારના વતની ટ્રેઇલરના ચાલકનું મોત થયું હતું….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર બાઉન્ડ્રી નજીક ચોટીલા હાઇવે પર પસાર થતા ફરિયાદી અર્જુનકુમાર રાધેશ્યામ પટેલના ટેન્કર પાછળ પુરપાટ આવતા ટ્રક ટ્રેઇલર નં. NL 01 AT 1849 ના ચાલક રાજીવકુમાર ગીરીશકુમાર યાદવ (ઉ.વ. ૨૬, રહે. મહેશપુર, બિહાર)એ પોતાનો ટ્રક પુરપાટ ઝડપે ટ્રક ટેન્કર પાછળ ધડાકાભેર અથડાવતાં અકસ્માત સર્જાયો હોય, જે બાદ ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ટ્રક ડિવાઈડર સાથે અથડાતા સર્જાયેલ ગંભીર અકસ્માતમાં ટ્રક ચાલક રાજીવકુમારનું મોત થયું હતું, જેથી આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે મરણજનાર ટ્રક ટ્રેઇલરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm