વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર ભાયાતી જાંબુડીયા ગામના બોર્ડ પાસેથી પસાર થતાં એક બાઈક ચાલકને સામેથી પુર ઝડપે આવતા આઇસર ચાલકે હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હોય, જેમાં બાઈક ચાલક યુવાને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવ મામલે આઇસર ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર ભાયાતી જાંબુડીયા ગામના બોર્ડથી મોરબી તરફ જુની અશ્વમેઘ હોટલ સામે આજરોજ બપોરના સમયે પસાર થતા રમેશભાઈ મોતીભાઈ ઝાલા (ઉ.વ. ૩૬, રહે. ધારાડુગરી, તા. સાયલા) ના બાઇક નં. GJ 03 BK 6047 ને સામેથી પૂર ઝડપે આવતા આઇસર ટ્રક નં. GJ 13 W 0609 ના ચાલકેત ગફલત ભરી રીતે પોતાનું વાહન ચલાવી,
બાઇકને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હોય, જે અકસ્માતના બનાવમાં બાઇક ચાલક યુવાનને મોઢાના ભાગે તથા પગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવમાં મૃતક યુવાનના મોટાભાઈ હકાભાઈ મોતીભાઈ ઝાલાએ વાંકાનેર સિટી પોલીસ મથકમાં આઇસર ચાલક વિરોધ ફરિયાદ નોંધાવી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm