વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટી ખાતે પાનની દુકાને ઉભેલા એક યુવાન પર પૈસાની લેવડદેવડ મામલે પાંચ ઈસમોએ ધોકા, પાઇપ તથા છરી વડે હુમલો કરી માર મારી ફેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડી નાસી છૂટ્યા હતા, જેથી આ મામલે હાલ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરની ભાટીયા સોસાયટી ખાતે રહેતા ફરિયાદી હરપાલસિંહ કિશોરસિંહ ઝાલાએ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી ૧). સંજયભાઈ રાણાભાઇ રાજગોર, ૨). અંકુર ઉર્ફે ભાણુ, ૩). લાલો ઉર્ફે શિવાજી રાજગોર, ૪). કેવલ મોહનભાઈ રાજગોર અને ૫). અનિલ રાજગોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી ભાટીયા સોસાયટીમાં ઉમીયા પાન પાસે ઉભા હોય,
ત્યારે આરોપી સંજય સાથે ગાડીના પૈસાની લેવડદેવડ મામલે પાંચેય આરોપીઓ ત્યાં આવી ફરીયાદી પર લોખંડના પાઇપ, ધોકા તથા છરી વડે હુમલો કરી માર મારી ફેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી, જેથી આ મામલે વાંકાનેર સીટી પોલીસે યુવાનની ફરિયાદ પરથી પાંચેય ઇસમો વિરૂદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm