વાંકાનેર સિટી પોલીસની ટીમના જીનપરા જકાતનાકા ખાતે વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ બાઇક સાથે નિકળેલ એક ઇસમને રોકી પૂછપરછ કરતા બાઇક ચાલક આરોપી રાકેશ ઉર્ફે ગોપાલ રમેશભાઈ કામડીયા (ઉ.વ.૨૧, હાલ રહે. લીલાપર ચોકડી પાસે ઝુપડામાં, મોરબી)એ બાઇક વાંકાનેર શહેર નજીક જ્યોતિ સેનીટરી નામના કારખાનામાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી…
જે બાદ આ બનાવમાં ઝડપાયેલ આરોપીની પોલીસે આકરી પુછપરછ કરતા તેણે વધુ એક બાઇક અગાઉ વાંકાનેર નજીક આવેલ સોમાણી સેનેટરી નામના કારખાનામાંથી ચોરી કર્યુ હોવાની કબુલાત આપી હતી, જેથી પોલીસે બે અલગ અલગ બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એક ઇસમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm