વાંકાનેર તાલુકાના ઢુવા નજીક પસાર થતી માટેલિયો નદીમાં નાહવા માટે પડેલા રાજસ્થાનના વતની સાળી અને બનેવીના પગ લપસી જતા પાણીમાં ડૂબી જવાથી બંનેના મોત થયા હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી બનાવની જાણ થતા તાત્કાલિક વાંકાનેર તાલુકા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડે જઈ બંને મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી શરૂ કરી હોવાની માહિતી મળી રહી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સુપ્રસિદ્ધ રફાળેશ્વર મંદિર ખાતે શિવરાત્રીના મેળામાં રમકડાં વેચવા માટે રાજસ્થાનથી આવેલ મુરારીભાઈ કલ્યાણભાઈ વણજારા (ઉ.વ. ૨૪) અને તેની સાળી માયાબેન રતનભાઈ વણજારા (ઉ.વ. ૧૮, રહે. બંને રાજસ્થાન) એ આજરોજ સવારે મેળો પુરો કરી ઢુવા નજીક પસાર થતી માટેલીયો નદીમાં ન્હાવા પડેલા હોય, જેમાં માયાબેન અચાનક પાણીમાં ડૂબવા લાગતા બનેવી મુરારી પણ બચાવવા જતાં બંને પાણીમાં ડુબ જતા બંનેના મોત થયા હતા. જેથી આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે…

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm