વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઇન્ડિયન પેટ્રોલ પંપની સામે રોડ પરથી પગપાળા પસાર થતી એક મહિલાને હાઇવે પર પુર ઝડપે આવતા ટુરીસ્ટ ટેમ્પોના ચાલકે હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હોય, જેમાં ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હોય, જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત થતાં આ બનાવમાં ટુરીસ્ટ ટેમ્પો ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઇન્ડિયન પેટ્રોલ પંપની સામે નેશનલ હાઈવે પર પગપાળા પસાર થતાં જશુભાઈ નામની મધ્યપ્રદેશની વતની પરપ્રાંતિય મહિલાને હાઇવે પર પુરઝડપે આવતા ટુરીસ્ટ ટેમ્પો નં. GJ 06 XX 0899 ના ચાલકે હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેથી ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતાં આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસમાં ટુરીસ્ટ ટેમ્પો ચાલક સામે મૃતક મહિલાના કૌટુંબિક દેવર કમલસિંહ પરીહારએ ફરિયાદ નોંધાવી છે…..
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm