વાંકાનેર તાલુકાના મકતાનપર ગામ નજીક આવેલ શીવ સ્ટોન પથ્થરની ખાણ પાસેથી વાંકાનેર તાલુકા પોલીસ ટીમે ચોક્કસ ખાનગી બાતમીને આધારે ફિલ્મી ઢબે એક આઈ-૨૦નો પીછો કરી કારમાંથી 131 બોટલ વિદેશી દારૂ સહિત મળી કુલ રૂ. ૪,૫૩,૪૬૯ નો મુદ્દામાલ ઝડપી પાડી કાર રેઢી મૂકી નાસી જનાર ચાલ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલીંગમાં દરમ્યાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના પાડધરા ગામ પાસે વાહન ચેકીંગ કરતા હોય દરમ્યાન બાતમીવાળી કાર નિકળતા તેને રોકવાનો ઈશારો કરતા કાર ચાલકે પોતાની કારને એકદમ હંકારતા કારનો પીછો કરતા કાર ચાલક કારને મકતનાપર ગામ પાસે આવેલ શીવ સ્ટોન પથ્થરની ખાણ પાસે જાહેર રોડ પર રેઢી મુકીને નાશી ગયેલ હોય,
જેથી પોલીસે કારની તલાશી લેતા તેમાંથી 131 બોટલ વિદેશી દારૂ (કિંમત રૂ. ૫૩,૪૬૯) તથા હ્યુન્ડાઈ આઈ-૨૦ કાર રજી નંબર GJ 03 MR 4227 સહિત કુલ રૂ. ૪,૫૩.૪૬૯ ના મુદ્દામાલ સાથે અજાણ્યા કાર ચાલક વિરૂદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે…