વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠક પણ પેટા ચૂંટણી જાહેર કરવામાં આવ્યો, જેના માટે ભાજપ કોંગ્રેસ અને એક અપક્ષ સહિત ત્રણ ઉમેદવારો મેદાનમાં હોય, ત્યારે શનિવારે રાત્રિના ચંદ્રપુર ગામ ખાતે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સુજાનાબેન યાકુબભાઈ શેરસીયા (સંજર)ના ચૂંટણી પ્રચાર માટે કોંગ્રેસ પક્ષ દ્વારા મધ્યસ્થ કાર્યાલય ખુલ્લુ મુકવામાં આવ્યું હતું…..
આ તકે વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા, યાર્ડના ચેરમેન ગુલામભાઈ પરાસરા, પુર્વ ચેરમેન શકીલ પીરઝાદા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ વનરાજભાઈ રાઠોડ, શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ આંબલીયા, તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ યુનુસભાઈ શેરસીયા, આબીદ ગઢવાળા સહિત ચંદ્રપુર ગામના સામાજિક તથા રાજકીય અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં ચંદ્રપુર બેઠકના મતદારો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે કોંગ્રેસ ઉમેદવાર સંજરભાઈ દ્વારા તેમની ભવ્ય જીતનો વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0