ગુજરાત સરકાર દ્વારા આયોજીત ખેલ મહાકુંભ 3.0 માં મોરબી જિલ્લા કક્ષાની હેન્ડબોલની જુનિયર વિભાગની સ્પર્ધા સાર્થક વિદ્યાલય-મોરબી ખાતે યોજાઈ હોય જેમાં જિલ્લા કક્ષાએ વાંકાનેરના સિંધાવદરની એસ.એમ.પી. હાઇસ્કુલની અંડર 14 ટીમ રનર્સ અપ થઈ સિલ્વર મેડલ મેળવ્યો હતો..
સિલ્વર મેડલ મેળવનાર ખેલાડીઓમાં નિકિતા વીરસોડિયા, જકિયા શેરસીયા, અંજીલા માલવીયા, કૌશર માલવીયા, લીઝાબાનું કડીવાર, ઈરમ પરાસરા, ઉલ્ફત પરાસરા, મીનખુસા કડીવાર, માહીનુર કડીવાર, સેનીલા પરાસરા સહિત તમામ દીકરીઓએ ભાગ લીધો હતો, જે દીકરીઓ આગામી દિવસોમાં રાજ્યકક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે….