ભારે કરી…: નગરપાલિકાના વોર્ડ નંબર 04 માં ભાજપે ઉમેદવારો જ ન ઉતાર્યા : 24 માંથી ધારાસભ્ય જુથને 18 તો સામે સાંસદ જુથને 06 ટીકીટ મળી….
વાંકાનેર નગરપાલિકાની પેટા ચૂંટણી માટે આજરોજ ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ હાઇકમાન્ડ દ્વારા ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં ચરમશીમાએ પહોંચેલા વાંકાનેર ધારાસભ્ય અને સાંસદ સભ્ય વચ્ચેના જૂથવાદમાં નગરપાલિકાની 28 સીટો પૈકી 24 સીટો માટે બંને જૂથો દ્વારા લોબિંગ કરવામાં આવતું હોય ત્યારે ભાજપ હાઇકમાન્ડ દ્વારા ધારાસભ્ય જુથને 18 અને સાંસદ જુથને 06 ટીકીટની ફાળવણી કરવામાં આવી છે, જ્યારે નગરપાલિકાના મુસ્લિમ બહુમતી વિસ્તાર એવા વોર્ડ નંબર 04 માં ભાજપ દ્વારા એકપણ ઉમેદવારો ઉભા રાખવામાં ન આવતા રાજકીય ચકચાર ફેલાઇ છે….