વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે માટેલ ગામ ખાતે આવેલ બાપા સીતારામની મઢુલી પાસે બાવળની કાટમાં દરોડો પાડી એક યુવાનને પાંચ બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે રંગે હાથ ઝડપી પાડી વિદેશી દારૂનો જથ્થો આપી જનાર અન્ય ઇસમ સહિત બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેરના માટેલ ગામે બાપા સીતારામની મઢુલી પાસે બાવળની કાટમાં દરોડો પાડી આરોપી મહેશભાઈ ટીડાભાઇ ધીણોજા (ઉ.વ. ૨૯, રહે. માટેલ) નામના યુવાનને અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની પાંચ બોટલ (કિંમત રૂ. 2793) સાથે ઝડપી લીધો હતો…
આ બનાવમાં પોલીસની પ્રાથમિક તપાસમાં આ વિદેશી દારૂનો જથ્થો આરોપી અજય રૂડાભાઈ જેતપરા (રહે. માથક) આપી ગયો હોવાની કબૂલાત આપતાં પોલીસે બંને આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસમાં પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…..