બાઇક અડી જવાને મુદ્દો બનાવી ફરી ડિંગલ : બંને જુથના આઠ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ….
વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામ ખાતે એક વર્ષ પૂર્વે થયેલ બોલાચાલી મામલે બે પરિવારો વચ્ચે અદાવત ચારી આવતી હોય, જેમાં બાઈક લઈને જતી વેળાએ યુવાનનો હાથ અડી જવા મામલે ફરી બે પરિવાર સામસામે આવી જઇ લોખંડના પાઇપ, ધોકા અને સળિયા વડે એકાબીજા પર હુમલો કરી માર મારતાં બન્ને પક્ષના ત્રણ – ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જે બાદ આ મામલે બંને પક્ષોએ વાંકાનેર સીટી પોલીસમાં સામસામી ફરિયાદ નોંધાવી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે રહેતા રોહિત રાજેશભાઈ છાત્રોટિયાએ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી ૧). અવિનાશ બેચરભાઈ દેત્રોજા, ૨). નવઘણ બેચરભાઈ દેત્રોજા, ૩). શ્યામજી વિનોદભાઈ દેત્રોજા અને ૪). ચેતન બેચરભાઈ દેત્રોજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી બાઈક લઈને જઈ રહ્યો હોય ત્યારે આરોપી શ્યામજીને હાથ અડી જતા આ વાતને મુદ્દો બનાવી એક વર્ષ પૂર્વે થયેલાં બોલાચાલીનો ખાર રાખી ચારેય આરોપીઓએ એકસંપ કરી ફરિયાદી તથા સાહેદો પર પાઇપ અને સળિયા વડે હુમલો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી…
જ્યારે આ બનાવમાં સામાપક્ષે ફરિયાદી શ્યામજી વિનોદભાઈ દેત્રોજાએ આરોપી ૧). રોહિત રાજેશભાઈ છાત્રોટિયા, ૨). રાજેશ માનસિંગભાઈ છાત્રોટિયા, ૩). રમેશ ઉર્ફે કુકો માનસિંગભાઈ છાત્રોટિયા અને ૪). રોનક રાજેશભાઇ છાત્રોટિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીને આરોપીઓ સાથે એક વર્ષ અગાઉ ઝઘડો થયો હોય, જેનો ખાર રાખી ફરિયાદી તથા સાહેદો પર આરોપીઓએ પાઇપ અને ધોકા વડે હુમલો કરી માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી, જેથી હાલ આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે….