વાંકાનેર નગરપાલિકાની આગામી મધ્યસ્ત ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પક્ષ દ્વારા નગરપાલિકાના તમામ સાત વોર્ડમાં કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારો ઊભા રાખી ચૂંટણી લડવાનો નિર્ણય કરાતા વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીનો રંગ જામશે તેવો માહોલ બની રહ્યો છે, જેમાં કોંગ્રેસ દ્વારા વાંકાનેર નગરપાલિકાની ચૂંટણી માટે પ્રભારી તરીકે ગુજરાત ચુંવાળીયા કોળી સમાજના પ્રદેશ કન્વીનર દિનેશભાઈ મકવાણાની નિમણૂક કરવામાં આવી છે….
મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા તથા ચુંટણી પ્રભારી દિનેશભાઈ મકવાણાએ એક પ્રેસ યાદીમાં જણાવ્યું છે કે, વાંકાનેર નગરપાલિકાની મધ્યસ્ત ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા તમામ સાત વોર્ડમાં ઉમેદવારો ઊભા રાખી કોંગ્રેસને મજબૂત બનાવી મતદારો સમક્ષ સુપરસીડ બનેલ નગરપાલિકાના અગાઉની બોડીની નિષ્ફળ કામગીરીને રજૂ કરી દરેક વોર્ડમાં પદયાત્રા કરી શાસકોના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવામાં આવશે. જેના કારણે અત્યાર સુધી એકતરફી થતી વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં પુનઃ રાજકીય રંગ જામશે તેવો ઘાટ સર્જાયો છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0