વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે કોટડાનાયાણી ગામની સીમમાં આવેલ પરાક્રમસિંહ હાલુભા જાડેજાની વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી હતી, જેમાં પોલીસની સ્થળ પરથી જુગાર રમતા ચાર ઈસમોને રોકડ રકમ સહિત કુલ રૂ. 9.71 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા, જ્યારે અન્ય પાંચ ઈસમો નાસી છૂટ્યા હતા….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના કોટડાનાયાણી ગામની સીમમાં આવેલ પરાક્રમસિંહ હાલુભા જાડેજાની વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી જુગાર રમતા ૧). પરાક્રમસિંહ હાલુભા જાડેજા (રહે. કોટડાનાયાણી), ૨). ફૈજલભાઈ આરીફભાઈ ગલેરીયા (રહે. જંગલેશ્વર, રાજકોટ), ૩). ડાડામિયા મહોમદમિયા પીરજાદા (રહે. જંગલેશ્વર , રાજકોટ)
૪). નૈમિશભાઈ ધીરેન્દ્રભાઇ માણેક (રહે. રૈયા રોડ, રાજકોટ) ને રોકડ રકમ રૂ. 6810, ત્રણ બાઇક તથા બે કાર સહિત કુલ રૂ. 9,71,810 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે પોલીસના દરોડા દરમ્યાન અન્ય આરોપી ૫). વિપુલ ઉર્ફે જાંબુ, ૬). જાવીદ મેમણ ૭). ભટ્ટભાઈ ઉર્ફે કાકા ઇકો કારવાળા તથા બે અજાણ્યા ઇસમો નાસી છૂટતા પોલીસે તમામ આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસમાં જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0