ગુજરાત સરકાર દ્વારા પ્રેરિત અને સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત ખેલ મહાકુંભ 3.0 માં મોરબી જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધાનું આયોજન મોરબીની નાલંદા વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હોય, જેમાં વાંકાનેરના સિંધાવદરની એસ.એમ.પી. હાઇસ્કુલમાં ધોરણ 9માં અભ્યાસ કરતી ચૌહાણ આકાશી અરવિંદભાઈએ પ્રથમ ક્રમે ગોલ્ડ મેડલ તેમજ વાઘેલા બંસી રસીકભાઈએ બીજા ક્રમે સિલ્વર મેડલ મેળવી વિજેતા બની છે.
વાંકાનેરના ઘિયાવડ ગામના સામાન્ય ખેડૂત પરિવારની આ બંને દીકરીઓને ઘીયાવડ પ્રા.શાળાથી જ નમ્રતાબા પરમાર પાસેથી તાલીમ મેળવી હતી. જે બંને દિકરીઓ આગામી દિવસોમાં રાજ્ય કક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે, જે વાંકાનેર માટે ગૌરવપ્રદ બાબત છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0