સુરતથી ભાયું ભાગની જમીન વેચાણ માટે આવેલા પિતા-પુત્રને બે ભાઇઓ લમધારી નાખ્યા !, પોલીસ ફરિયાદ નોંધાઈ…
વાંકાનેર તાલુકાના મહિકા ગામના વતની અને હાલમાં સુરત રહેતા પિતા-પુત્રએ મહિકા ગામે આવેલી જમીન વહેંચ્યા બાદ દસ્તાવેજ માટે ગઇકાલે મહિકા આવતાં આ બાબતના ખારમાં તેના જ સગા બે ભાઈઓએ કારને આંતરી કારના કાચ તોડી નાખી પિતા-પુત્ર પર હુમલો કરી માર મારતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામના વતની અને હાલમાં સુરત રહેતા ફરિયાદી ઈમુદીનભાઈ હબીબભાઈ બાદી (ઉ.વ. 40 )એ વાંકાનેર તાલુકા પોલીસમાં તેના જ સગા ભાઇ આરોપી સીદીકભાઈ હબીબભાઈ બાદી અને ઉવેશભાઈ હબીબભાઈ બાદી સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી અને તેના પિતા હબીબભાઈએ મહિકા ગામે આવેલ તેમની જમીન વેંચાણ કરી હોય,
જેના દસ્તાવેજ માટે ગઇકાલે બંને પિતા-પુત્ર મહિકા ગામે આવેલ હોય, ત્યારે ભાયું ભાગની જમીનનાં વેચાણથી તેમના સગા બંને ભાઇઓને સારૂં નહીં લાગતા બન્ને આરોપીઓએ તેમની અલ્ટો કારને કાનપર રોડ પર આંતરી લોખંડના પાઇપ વડે કાચ તોડી નાખી ફરિયાદ તથા પિતા હબીબભાઈ તેમજ સાહેદ મહેબૂબભાઈને પાઇપ વડે માર મારી ઇજાઓ પહોંચાડી હતી. જેથી આ મામલે વાંકાનેર તાલુકા પોલીસમાં બે આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0