મોરબી જિલ્લામાં શિયાળાએ જોર પકડતાં હાડ થિજાવતી ઠંડીથી જનજીવન પ્રભાવિત થયું છે, જેમાં ટાઢ ઉડાડવા માટે લોકો ગરમ તાપણાના સહારે આવી ગયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ મોરબી જિલ્લા તા. 18થી 22 સુધી 10-11 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે….
રાજ્યના વિવિધ જિલ્લાઓનું લઘુતમ તાપમાન 2 થી 6 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટતા ગુજરાતવાસીઓ ભુક્કા બોલાવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. હજુ પણ આગામી બેથી ત્રણ દિવસ ઠંડીનું જોર યથાવત્ રહેવાની શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત પર આવતા પવનોની દિશા બદલાતા ફરી એક વખત ઠંડીનું જોર વધ્યું છે….
ગુજરાતમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક જિલ્લાઓમાં લઘુતમ તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો આવ્યો છે જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ ઉપરાંત ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ લઘુતમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો આવ્યો છે. આ ઉપરાંત હાલમાં ગુજરાત ઉપર ઉત્તર તથા ઉત્તર પૂર્વ દિશા તરફથી હિમવર્ષા થયા બાદના ઠંડા બર્ફીલા પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે. જેથી તાપમાનમાં ઘટાડો આવી રહ્યો છે.
કચ્છના નલિયામાં સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. રાજકોટ 8.2 ડિગ્રી ઠંડીમાં ઠુઠવાયું હતું. આમ, એક દિવસમાં રાજકોટના સરેરાશ લઘુતમ તાપમાનમાં પાંચ ડિગ્રીનો ઘટાડો થયો હતો…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0