કાર તથા બાઇકમાં ખોટા સીન સપાટા કરનાર સામે પોલીસ અકરા પાણીએ, ઢુવાના યુવાન સામે ગુનો નોંધાયો….
વાંકાનેર તાલુકાના ઢુવા વિસ્તારમાં એક યુવાનને પોતાની કારના દરવાજા ખોલી છત પર બેસી જાહેરમાં જાહેરમાં કારનો સ્ટંટ કરી ડ્રાઇવીંગ લાઇસન્સ વગર કાર ચલાવતા આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે એક શખ્સ સામે ગુનો નોંધી યુવાનને કાયદાનું ભાન કરાવ્યું છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરની ઢુવા ચોકડી ખાતે માટેલ ગામ તરફથી મારૂતી કંપનીની સ્વીટ ડીઝાયર કાર નં. GJ 01 RL 1254 ના ચાલકે પોતાની કારના ડ્રાઈવર સાઈડના દરવાજો ખોલી કારના ટોપ ઉપર બેસી જાહેર રસ્તા પર પુરઝડપે અને બેફીકરાઈથી કાર ચલાવી ખોટા સીન સપાટા કરતા બીજાની જીંદગી જોખમાય તે રીતે વાહન ચલાવતા આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે કાર ચાલક મયુરસિંહ ઉર્ફે નાગરાજ સ/ઓફ હરેશભાઈ અસવાર (ઉ.વ. ૨૬, રહે. જુના ઢુવા) વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0