વાંકાનેર તાલુકાના નવા ઢુવા ગામની સીમમાં આવેલ સિરામિક કારખાનામાં મહિલાને પ્રસુતિ પિડા ઉપડતા 108 ની ટીમને કોલ આવતાં તાત્કાલિક ટીમ સ્થળ પર પહોંચી મહિલાની સ્થિતિની ગંભીરતા સમજી હોસ્પિટલ પહોંચતા પહેલા જ 108ની ટીમે મહિલાની કારખાનાની લેબર કોલોનીમાં જ સફળ પ્રસુતિ કરાવી હતી….
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના નવા ઢુવા ગામની સીમમાં આવેલ સુનરીસ સિરામિક કારખાનામાં બ્રિસમતી સાધુસરણભાઈ સવૈયા નામની સગર્ભા મહિલાને દુખાવો ઉપડતા રાત્રે 108ને કોલ આવતાં તાત્કાલિક 108ની ટીમ સ્થળ ઉપર પહોંચી મહિલાની સ્થિતિની ગંભીરતા સમજી ERCP ડો. અતુલના માર્ગદર્શન હેઠળ ઇએમટી ધર્મેશ દેગામા અને પાયલોટ રણજીતભાઈ વાઘેલાએ મહિલાની કારખાનાની લેબર કોલોનીમાં જ સફળ પ્રસુતિ કરાવી હતી, જે બાદ તંદુરસ્ત માતા અને બાળકને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47