ભારતમાં દર વર્ષે ૧૪ ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત આજરોજ ઊર્જા સંરક્ષણના મહત્વ પર સંદેશ ફેલાવવા માટે PGVCL ગ્રામ્ય પેટા વિભાગ-1 વાંકાનેર દ્વારા જીનીયસ સ્કૂલ-મહિકા ખાતે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં PGVCL ના મુખ્ય ઈજનેર એચ. એચ. પટેલ, સિનીયર આસીસ્ટન્ટ ડી. બી. મેર, PGVCLની ટીમ તથા જીનીયસ સ્કૂલનાં આચાર્ય એ. યુ. બાદી દ્વારા વિદ્યાર્થીઓને ઊર્જાની બચત કરવા બાબતે માહિતીગાર કરી અને સ્પધૉમાં વિજેતા વિદ્યાર્થીઓને ઈનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47