વાંકાનેર સીટી પોલીસની સી-ટીમ પી.સી.આર વાહન સાથે શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય દરમ્યાન એક બે વર્ષનું બાળક પોલીસને એકલવાયું મળી આવતા બાળક બાબતે તપાસ કરાવતા બાળકનું નામ શિવાંક હોય અને તેના માતાપિતા રોહીતભાઈ શ્યામલાલ કોહલી તથા આશાદેવી રોહીતભાઈ કોહલી (રહે. રહે.મૂળ ખડ્ડી, મધ્યપ્રદેશ, હાલ રહે. જાલીડા રોયલ ઈન્ફોરર્મ) વાંકાનેર ખાતે ખરીદી માટે આવેલ હોય દરમ્યાન,
બાળક માતાપિતાથી વિખુટુ હોવાનું સામે આવતાં પોલીસે બાળકનું માતાપિતા સાથે સુખ:દ મીલન કરાવ્યું હતું. વાંકાનેર સીટી પોલીસની સી-ટીમની આ કામગીરીમાં પીઆઇ એચ. વી. ઘેલા, એ.એસ.આઈ તેજપાલસિંહ કિરીટસિંહ તથા મહીલા પો. કોન્સ ઉર્મિલાબેન ઘનશ્યામભાઈ સહિતના જોડાયા હતા….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47