Friday, November 22, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરની પાડધરા ચોકડી રક્તરંજિત : બેલાની ખાણ બાબતે ચાલતા મનદુઃખમાં યુવાનની હત્યા.....

    વાંકાનેરની પાડધરા ચોકડી રક્તરંજિત : બેલાની ખાણ બાબતે ચાલતા મનદુઃખમાં યુવાનની હત્યા…..

    ખાણ તથા રસ્તા બાબતે પાંચ વર્ષથી ચાલતી તકરારમાં યુવાનની હત્યા ; બે કારમાં આવેલ આઠ શખ્સો ધોકા-પાઇપ વડે યુવાન પર તુટી પડ્યા…..

    વાંકાનેર તાલુકાની પાડધરા ગામ નજીક આવેલ પાડધરા ચોકડી ગતરાત્રીની રક્તરંજિત બની છે, જેમાં બેલાની ખાણ તથા રસ્તા બાબતે છેલ્લા પાંચ વર્ષથી ચાલતી તકરાર બાબતે યુવાન પર બે કારમાં આવેલા આઠ શખ્સોએ ધોકા-પાઇપ જેવા પ્રાણઘાતક હથિયારો વડે હુમલો કરી બેફામ મારતાં યુવાનનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી હાલ આ બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે…

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના પાડધરા ગામની સીમમાં બેલાની ખાણ ચલાવતા સામંતભાઈ નગાભાઈ કરમુરને ખાણ તથા રસ્તા બાબતે છેલ્લા પાંચ વર્ષથી આરોપી આકાશ ઉર્ફે આખલો ઓડેદરા સાથે તકરાર ચાલતી હોય, જેનો ખાર રાખી ગત મોડીરાત્રીના વાંકાનેરની પાડધરા ચોકડી પાસે આરોપી ૧). આકાશ ઉર્ફે આખલો ઓડેદરા, ૨). વેજો કારાવદરા, ૩). જયમલ કારાવદરા, ૪). ભરત ઓડેદરા, ૫). રામભાઈ મેર બોખીરા તથા ત્રણ અજાણ્યા ઇસમો બે કારમાં આવી,

    સામંતભાઈ કરમુર પર ધોકા તથા પાઇપ જેવા પ્રાણઘાતક હથિયાર વડે હુમલો કરી બેફામ માર મારી યુવાનની હત્યા કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા, જે બાદ બનાવની જાણ થતા જ તાત્કાલિક વાંકાનેર તાલુકા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઇ મૃતક યુવાનની લાશને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ ખસેડવા તજવીજ શરૂ કરી હાલ આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે….

    હાલ આ બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા મૃતક યુવાનના ભાઈ કરશનભાઈ નગાભાઈ કરમુરની ફરિયાદના આધારે તમામ આરોપીઓ સામે બીએનએસ કલમ ૧૦૩(૧), ૧૧૫(૨), ૧૧૮(૨), ૩(૫), ૩૫૨, ૧૮૯(૨), ૧૯૦, ૧૯૧(૧) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!