Friday, November 22, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર વિસ્તારમાં પેન્શન મેળવતા લાભાર્થીઓને મામલતદાર કચેરી ખાતે હયાતીની ખરાઇ કરાવવા અપીલ....

    વાંકાનેર વિસ્તારમાં પેન્શન મેળવતા લાભાર્થીઓને મામલતદાર કચેરી ખાતે હયાતીની ખરાઇ કરાવવા અપીલ….

    સરકારની નિરાધાર વૃધ્ધ સહાય યોજના તેમજ ઈન્દિરા ગાંધી રાષ્ટીય વૃધ્ધ સહાય યોજના તથા ગંગા સ્વરૂપા આર્થીક સહાય યોજના (વિધવા સહાય)નો લાભ મેળવતા વાંકાનેર શહેરી વિસ્તારના તમામ લાભાર્થીઓને હયાતીની ખરાઈ કરવા વાંકાનેર મામલતદાર યુ. વી. કાનાણી દ્વારા એક પ્રેસ યાદીમાં જણાવાયું છે…

    લાભાર્થીઓને દર વર્ષે હયાતીની ખરાઈ કરાવવાનીહોય, જેથી શહેરી વિસ્તારના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવેલ ન હોય તેવા લાભાર્થીઓએ સહાય શાખા, ડાબી બાજુ, ગ્રાઉન્ડ ફ્લોર, મામલતદાર કચેરી, વાંકાનેર ખાતે હયાતીની ખરાઈ કરાવવા જરૂરી આધાર પુરાવા જેવા કે ઓળખકાર્ડ તરીકે આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઈવીંગ લાઈસન્સ પૈકી કોઈપણ એક તેમજ બેંક પાસબુક સાથે તા.૧૫/૧૦/૨૦૨૪ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવા જણાવવામાં આવે છે. વિકલ્પે હયાતીની ખરાઈ ન થયે અત્રેથી પેન્શનનો લાભ મેળવતા લાભાર્થીના પેન્શન બંધ કરવાની કાર્યવાહી નિયમોનુસાર હાથ ઘરવામાં આવશે, તેમ યાદીમાં જણાવાયું છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!