
વાંકાનેર બી.આર.સી. ભવન ખાતે ગઇકાલે જી.સી.ઈ.આર.ટી. દ્વારા પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મોરબી માર્ગદર્શિત તાલુકા કક્ષાના કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાંકાનેર તાલુકાના જુદાં જુદાં ક્લસ્ટરમાંથી ચિત્ર સ્પર્ધા, બાળકવી સ્પર્ધા, સંગીત વાદન સ્પર્ધા અને સંગીત ગાયન સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાના કલા ઉત્સવમાં ભાગ લીધો હતો…


આ કલા ઉત્સવમાં ચિત્ર સ્પર્ધામાં જોધપર પ્રા. શાળાની વિદ્યાર્થીની ખોરજીયા મહેનૂર,બાળકવી સ્પર્ધામાં વઘાસિયા પ્રા. શાળાની વિદ્યાર્થિની ઝાલા ધારાબા, સંગીત સ્પર્ધામાં વરડુસર પ્રા. શાળાની વિદ્યાર્થિની સારલા કિરણ, વાદન સ્પર્ધામાં લિંબાળા પ્રા. શાળાના વિદ્યાર્થી સીતાપરા અશ્વિન પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. આ સાથે જ તાલુકા કક્ષાએ વિવિધ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને અનુક્રમે રૂ. ૫૦૦, ૩૦૦ અને ૨૦૦ રોકડ પુરસ્કાર તથા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા….


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg



