જળેશ્વર મેળાના ગ્રાઉન્ડ પાસે નગરપાલિકા દ્વારા ગણપતિ વિસર્જન માટે જગ્યા ફાળવાઇ, અન્ય જગ્યાએ વિસર્જન સામે કાયદેસરની કાર્યવાહી કરાશે….
હાલ સમગ્ર વાંકાનેર પંથકમાં ગણપતિ મહોત્સવ નિમિત્તે ઠેર ઠેર જગ્યાએ પંડાલોમાં ગણેશ સ્થાપના કરી પુજન-અર્ચન કરવામાં આવી રહ્યા હોય, ત્યારે આગામી દિવસોમાં ગણપતિ વિસર્જન માટે મોરબી જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ હોય, જે અનુસંધાને વાંકાનેર નગરપાલિકા દ્વારા શહેરમાં સ્થાપિત ગણપતિ વિસર્જન માટે જગ્યાની ફાળવણી કરવામાં આવી છે….
વાંકાનેર શહેરી વિસ્તારમાં શ્રી ગણેશ ભગવાનનાં પંડાલ તેમજ સ્થાપના કરવામાં આવેલ હોય, જેના વિર્સજન માટે વાંકાનેર નગરપાલિકા દ્વારા વિર્સજન માટે વાંકાનેર તાલુકાના મોટા જડેશ્વર મેળાના ગ્રાઉન્ડ પાસે આવેલ નવોદય વિદ્યાલયની પાસે નકકી કરવામાં આવેલ છે. આ જગ્યાએ વાંકાનેર શહેરનાં તમામ ગણેશજીની પ્રતિમાનું વિર્સજન કરવાનું રહેશે.
જેમાં પંડાલ/આયોજકોએ વિસર્જન અંગેની જાણકારી નગરપાલિકાને લેખિતમાં કરવાની રહેશે તેમજ વિસર્જનના દિવસે પુજા અર્ચના કરી મુર્તિ મેળાના ગ્રાઉન્ડમાં રાખવાની રહેશે, જ્યાંથી નગરપાલિકાના વાહનમાં વિર્સજન માટે મુર્તિ લઇ જવામાં આવશે, જેમાં ફક્ત ચાર જ વ્યક્તિઓને વિર્સજન માટે સાથે લઇ જવામાં આવશે. જેની સમગ્ર વિગતો અરજી સાથે આપવાની રહેશે. આ સાથે જ જનહિતમાં ગણેશજીની પ્રતિમાનું અન્ય તળાવ, નદી, ચેકડેમ કે જળાશયમાં વિર્સજન ન કરવા અપીલ કરવા સાથે અન્ય જગ્યાએ વિસર્જન સામે પોલીસ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg