
વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે શહેરના મિલપ્લોટ વિસ્તારમાં ડબલચાલી બજારમાં દરોડો પાડી એક શખ્સને જાહેરમાં વરલી ફિચરના આંકડા લખી જુગાર રમી-રમાડતા રંગેહાથ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…..


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા શહેરના મિલપ્લોટમાં આવેલ ડબલચાલી બજારમાંથી આરોપી પ્રવીણભાઈ ઉર્ફે મિથુન ભાણજીભાઈ કુણપરા(ઉ.વ. ૪૯, રહે. ડબલચાલી, મિલપ્લોટ, વાંકાનેર)ને જાહેરમાં વરલી ફિચરના આંકડા લખી જુગાર રમી-રમાડતા રોકડ રકમ તથા મોબાઇલ સહિત કુલ રૂ. 5230ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65



