Friday, October 30, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર નજીક SMCનો સપાટો : ડમી નંબર પ્લેટવાળી ફોર્ચ્યુનરમાં દારૂની હેરાફેરી કરતા...

    વાંકાનેર નજીક SMCનો સપાટો : ડમી નંબર પ્લેટવાળી ફોર્ચ્યુનરમાં દારૂની હેરાફેરી કરતા 4 રાજસ્થાની શખ્સો 35.49 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા…..

    રાજસ્થાનથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘૂસાડવાના એક મોટા નેટવર્કનો સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે પર્દાફાશ કર્યો છે. વાંકાનેર જકાતનાકા પાસેથી પોલીસે ખોટી નંબર પ્લેટ લગાવેલી એક લક્ઝરી ફોર્ચ્યુનર કારમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથ ચાર આરોપીઓની ધરપકડ કરી છે….

    આ ઓપરેશન દરમિયાન પોલીસે રાજસ્થાનના ઝાલોર જિલ્લાના શ્રવણકુમાર બુધ્ધરામ માનારામ બિશ્નોઈ (ઉ.વ. ૨૪), વિકાસકુમાર સહીરામ દેશમારામ બિશ્નોઈ (ઉ.વ. ૨૨), અશોકકુમાર લાઘુરામજી રામચંદ્ર બિશ્નોઈ (ઉ.વ. ૨૪) અને રાહુલકુમાર રઘુનાથરામ ભુશારામ બિશ્નોઈ (ઉ.વ. ૨૦) ને રંગેહાથ ઝડપી લીધા હતા. દારૂ સપ્લાય કરનાર કેલાશ ઉર્ફે સંજુ બિશ્નોઈ (રાજસ્થાન), સંજીવ (હરિયાણા) અને સ્થાનિક રિસીવર વિપુલ (મોરબી) નામના શખ્સો સામે પણ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે….

    પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે આરોપીઓ પોલીસને ચકમો આપવા માટે ફોર્ચ્યુનર કાર પર ખોટી નંબર પ્લેટ (GJ-06-PN-3099) લગાવીને દારૂનો જથ્થો વાંકાનેર અને મોરબી વિસ્તારમાં સપ્લાય કરવા લાવ્યા હતા.

    આ દરોડામાં પોલીસે રૂ. ૧૦,૪૧,૬૩૮ ની કિંમતનો વિદેશી દારૂ અને બિયર, રૂ. ૨૫,૦૦,૦૦૦ ની કિંમતની ફોર્ચ્યુનર કાર, મોબાઈલ ફોન અને રોકડ રકમ મળીને કુલ રૂ. ૩૫,૪૯,૦૭૪ નો જંગી મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે તમામ આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!