Saturday, August 15, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : દારુલ ઉલૂમ ગૌષે સમદાની-પીપળીયા રાજ ખાતે 80માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર...

    વાંકાનેર : દારુલ ઉલૂમ ગૌષે સમદાની-પીપળીયા રાજ ખાતે 80માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરાઈ…

    વાંકાનેર તાલુકાના પીપળીયારાજ મુકામે આવેલ દારુલ ઉલૂમ ગૌષે સમદાની ખાતે ગરીબ નવાઝ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા તથા મશાયખી પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે 15મી ઓગસ્ટ, સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના આચાર્યના હસ્તે સન્માનપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો, ત્યારબાદ રાષ્ટ્રગાન ગાઈ રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી…

    કાર્યક્રમની શરૂઆત કુરઆન-એ-કરીમની તિલાવતથી કરવામાં આવી હતી. ત્યારબાદ નાત-એ-પાક તથા ‘સારે જહાં સે અચ્છા’ ગીતની સુંદર રજૂઆત દ્વારા દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાતી તથા અંગ્રેજી ભાષામાં સ્વાતંત્ર્ય દિવસનું મહત્વ, વ્યસનના દુષણો તથા સોશિયલ મીડિયાના ફાયદા-ગેરફાયદા અંગે સુંદર અને પ્રભાવશાળી વક્તવ્યો તેમજ સંવાદ રજૂ કરવામાં આવ્યા હતા.

    કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લેનાર વિદ્યાર્થીઓ કાદરી સૈફ અલી, કડીવાર મદની, મકરાણી હુશેન, સોહરવર્દી એહમદરઝા, રાઠોડ ફૈઝલ, શેરસીયા અસીર, વોરા મદની, શેરસીયા ખાલીદ, શેરસીયા અસઅદ, શેરસીયા રયાન, સૈયદ ગુલામ મોહિયુદ્દીન, ચૌહાણ મુઝ્ઝમિલ અને ઠેબા મુસ્તાઝને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સુંદર એન્કરિંગ ધોરણ 12ના વિદ્યાર્થી બુખારી હસનૈને ખૂબ જ સરસ રીતે કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય તથા સમગ્ર સ્ટાફે ખૂબ જ મહેનત અને સહયોગ આપ્યો હતો, જેના પરિણામે કાર્યક્રમ ખૂબ જ સુંદર અને સફળ રહ્યો હતો.

    કાર્યક્રમના અંતે સલાતો સલામ પઢવામાં આવી અને આપણા દેશ ભારતમાં અમન, શાંતિ, એકતા, ભાઈચારો અને સુખ-સમૃદ્ધિ કાયમ રહે તેવી ખાસ દુઆ કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓને મીઠાઈ વહેંચી મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું.
    આમ, દેશભક્તિ, શિક્ષણ અને એકતાના સુંદર સંદેશ સાથે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી હર્ષોલ્લાસભેર સંપન્ન થઈ હતી.

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!