વાંકાનેર શહેર નજીક આવેલા વઘાસીયા ટોલનાકા પાસે આજરોજ સાંજના સુમારે એક ગોઝારો અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં સીએનજી રીક્ષા અચાનક રોડ પરથી નીચે ઉતરી જઈને પલટી ખાઈ જતા પીપળીયા રાજ ગામના એક આશાસ્પદ યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે….
બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર શહેર નજીક વઘાસીયા ટોલનાકા પાસે આવેલ ઈબીઝા સીરામીક પાસે ગમખ્વાર અકસ્માતમાં મોરબી આરટીઓ ખાતેથી પોતાનું કામ પતાવીને સીએનજી રીક્ષામાં પરત ફરી ફરતા વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામનાં ત્રણ યુવાનોની સીએનજી રીક્ષા નં. GJ 36 W 3093 અચાનક રોડની નીચે ઉતરી પલટી મારી જતા રીરીક્ષામાં સવાર ત્રણેય યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં પીપળીયા રાજ ગામના ૩૨ વર્ષીય યુવાન અક્રમરજા અબ્દુલભાઈ ભોરણીયાનું ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું…

જ્યારે તેની સાથે રીક્ષામાં બેઠેલા ભોરણીયા સાકીર નજરૂદીનભાઈ (ઉંમર વર્ષ: ૩૨) અને કડીવાર મકસુદ ફકરૂદીન (ઉંમર વર્ષ: ૩૨, રહે. બંને પીપળીયા રાજ)ને ઈજાગ્રસ્ત હાલતમાં તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો મળી રહી છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t




