Monday, July 13, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના વીડી જાંબુડીયા ગામની સીમમાં ચાલતી જુગારની મહેફીલમાં પોલીસ ત્રાટકી ; એક...

    વાંકાનેરના વીડી જાંબુડીયા ગામની સીમમાં ચાલતી જુગારની મહેફીલમાં પોલીસ ત્રાટકી ; એક લાખથી વધારેની રોકડ સાથે પાંચ પત્તા પ્રેમી ઝડપાયાં….

    વાંકાનેર તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસે વીડી જાંબુડીયા ગામની સીમમાં આવેલા વાડી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ઈસમો પર દરોડો પાડીને પાંચ ઇસમોને એક લાખથી વધારેની રોકડ રકમ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર તાલુકા પોલીસ ટીમનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફને મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેરના વીડી જાંબુડીયા ગામની ખાંભાવાડી ધાર વિસ્તારમાં આવેલ લાલજીભાઇ રાણાભાઇ કાંજીયાની વાડી પાસે જાહેરમાં જુગાર રમતાં શખ્સો પર પોલીસે દરોડો પાડી સ્થળ પરથી આરોપી ૧). વિશાલભાઈ રાણાભાઇ કાંજીયા, ૨). જગમાલભાઇ રણછોડભાઇ શેટાણીયા,

    ૩). વિપુલભાઈ ગોરધનભાઇ કાંજીયા, ૪). દશરથભાઈ દિનેશભાઈ કાંજીયા (રહે. બધા વીડી જાંબુડીયા) અને ૫). હમીરભાઇ હિરાભાઇ ગમારા (રહે. પલાસ)ને જુગાર રમતા રોકડ રકમ સહિત કુલ રૂ. ૧,૦૫,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!