
વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામની સીમમાં આવેલ વાડીના રહેણાંક મકાન પર પોલીસે દરોડો પાડીને લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે દારૂ સપ્લાય કરનાર સહિત અન્ય બે શખ્સોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે…

બાબતે પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમને ખાનગી રાહે બાતમી મળી હોય કે, ગુંદાખડા ગામની સીમમાં નાથાભાઇ હરજીભાઇ વાજા પોતાની વાડીમાં આવેલા રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવીને બેઠો હોય જેના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી મકાનની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ-બીયરનો જથ્થો મળી આવ્યો હતો…

જેમાં પોલીસે ૧૪,૭૯૬ નંગ બોટલ (૫૩૧ પેટી) વિદેશી દારૂ જેની કિંમત રૂ. ૨૯,૪૭,૫૬૪ ના મુદ્દામાલ સાથે સ્થળ પરથી આરોપી નાથાભાઈ હરજીભાઈ વાજા (રહે. ગુંદાખડા ગામની સીમ, તા. વાંકાનેર) અને અશ્વીનભાઇ નાથાભાઇ વાજા (રહે. ગુંદાખડા ગામની સીમ, તા. વાંકાનેર)ની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો મોકલનાર અન્ય આરોપી ટકો (રહે. રાજસ્થાન) અને જિતેશભાઇ ભિમાભાઇ રંગપરા (રહે. થાન, જી. સુરેન્દ્રનગર)ની સંડોવણી ખુલતા પોલીસે આ બંનેને ફરાર દર્શાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t




