Tuesday, May 19, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકાના કાશીપર ગામની સીમમાં રેલ્વે ટ્રેક પર ટ્રેન હડફેટે 35 વર્ષીય...

    વાંકાનેર તાલુકાના કાશીપર ગામની સીમમાં રેલ્વે ટ્રેક પર ટ્રેન હડફેટે 35 વર્ષીય પરિણીતાનું મોત…

     

    વાંકાનેર તાલુકાના કાશીપર ગામની સીમમાંથી પસાર થતા રેલવે ટ્રેક પર ચાલીને જઈ રહેલા એક 35 વર્ષીય પરિણીતા અચાનક ટ્રેનની હડફેટે આવી જતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું છે…

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કાશીપર ગામે રહેતા અને ખેતીકામ કરીને પોતાનું જીવનગુજારો કરતા સવિતાબેન ઉર્ફે ભાનુબેન વિનાભાઈ ઉર્ફે વિનોદભાઈ ધોરીયા (ઉ.વ. 35) ગઈકાલે ગામની બે નાલી તરીકે ઓળખાતી સીમમાં રેલવે ટ્રેક પર ચાલીને જઈ રહ્યા હોય ત્યારે તેઓ ટ્રેનની હડફેટે ચડી જતાં સવિતાબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!