Monday, May 11, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર ખાતે કિસ્વા લાઇબ્રેરી દ્વારા 'નવા યુગનું નવું પેરેન્ટિંગ' અને 'સફળ ભવિષ્ય'...

    વાંકાનેર ખાતે કિસ્વા લાઇબ્રેરી દ્વારા ‘નવા યુગનું નવું પેરેન્ટિંગ’ અને ‘સફળ ભવિષ્ય’ વિષય પર બે દિવસીય મેગા સેમિનારનું ભવ્ય આયોજન….

    આજના આધુનિક અને ડિજિટલ યુગમાં બાળકોના યોગ્ય ઉછેર અને તેમના ઉજ્જવળ ભવિષ્યના ઘડતર માટે વાંકાનેરમાં એક સરાહનીય પહેલ કરવામાં આવી છે. વાંકાનેરની કિસ્વા લાઇબ્રેરી દ્વારા કબીર પાર્ટી પ્લોટ ખાતે આગામી શનિવાર અને રવિવારના રોજ વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે બે અલગ-અલગ જ્ઞાનવર્ધક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે…

    પ્રથમ દિવસ : “નવા યુગનું નવું પેરેન્ટિંગ” સેમિનાર…

    બદલાતા જમાના સાથે પેરેન્ટિંગની રીત બદલવી કેટલી જરૂરી છે તે સમજાવવા આગામી તા. 16-05-2026, શનિવાર ના રોજ ઈશાની નમાઝ પછી તરત જ વાલીઓ માટે ખાસ સેમિનાર યોજાશે, જેમાં જાણીતા Parenting Expert ડૉ. અખ્લાક ઉસ્માની સાહેબ અને ખાલિદ ઐયુબ સાહેબ ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. તેઓ બાળકોને માત્ર શિક્ષણ નહીં, પરંતુ લીડરશિપ, સેલ્ફ ડેવલપમેન્ટ અને ઉત્તમ અખ્લાક તરફ દોરી જવા, બાળકોમાં ટેકનોલોજીનો સંતુલિત ઉપયોગ અને ખાસ કરીને બાળકના વ્યક્તિત્વ નિર્માણમાં માતાની ભૂમિકા જેવા ગંભીર વિષયો પર પ્રકાશ પાડશે. સેમિનારના અંતે વાલીઓ એક્સપર્ટ્સ સાથે સીધી પ્રશ્નોત્તરી પણ કરી શકશે. આ ઉપરાંત પેરેન્ટિંગના પ્રશ્નોના નિરાકરણ માટે કિસ્વા લાઇબ્રેરી દ્વારા તૈયાર કરેલ પુસ્તક ‘ધ ફિલોસોફી ઓફ પેરેન્ટીંગ’ પણ અપાશે….
    (નોંધ : આ સેમિનારમાં બેઠકો મર્યાદિત હોવાથી વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મળશે.)

    બીજો દિવસ : “એક કદમ સફળ ભવિષ્ય તરફ” સેમિનાર….

    બીજા દિવસે તા. 17-05-2026, રવિવારના રોજ સવારે 8:30 વાગ્યે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માટે “એક કદમ સફળ ભવિષ્ય તરફ” સેમિનારનું આયોજન કરાયું છે. જેમાં
    આજના હરીફાઈના યુગમાં માત્ર પુસ્તકિયું જ્ઞાન પૂરતું નથી. વિદ્યાર્થીઓને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર લાવી, આત્મવિશ્વાસ સાથે નવી તકો ઝડપવા માટે આ સેમિનારમાં પ્રેરણાદાયી માર્ગદર્શન અપાશે. આ કાર્યક્રમમાં બદલાતા સમયની માંગ મુજબ કરિયર પ્લાનિંગ, ટાઈમ મેનેજમેન્ટ અને એકાગ્રતા વગેરે મુદ્દાઓ પર ઇસ્લામિક મૂલ્યો સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે.
    આ રવિવારનો સેમિનાર વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણ સાથે જોડાયેલા દરેક વ્યક્તિ માટે તદ્દન ફ્રી રાખવામાં આવ્યો છે અને તેમાં કોઈ રજીસ્ટ્રેશનની જરૂર નથી.

    સ્થળ : કબીર પાર્ટી પ્લોટ, વાંકાનેર.

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!