
વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસે રિક્ષામાં પેસેન્જર બેસાડવા જેવી સામાન્ય બાબતે બબાલ અગાઉ બોલાચાલી બાદ મારામારી થઈ હોય, જેમાં ત્રણ ઇસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાયા બાદ આ મામલે એક ઇસમ સામે વળતી પોલીસ ફરિયાદ નોંધાઈ છે….


બાબતે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વાંકાનેરના સીટી સ્ટેશન રોડ પર રહેતા ફરિયાદી ફિરોજભાઇ મુસાભાઇ માજોઢીએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી વાંકાનેરના જીનપરા જકાતનાકા ખાતે આવેલા રીક્ષા સ્ટેન્ડ પાસે હોય, ત્યારે વાંકાનેરની પેડક સોસાયટીમાં રહેતા આરોપી દિપક કોળી સાથે રીક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે બોલાચાલી થઈ હોય, જેમાં આરોપી દિપક કોળીએ એકદમ ઉશ્કેરાઈ જઈને ફિરોજભાઈને જાહેરમાં ભુંડી ગાળો આપી, ઢીકાપાટુનો માર મારી લોખંડના પાઇપ વડે હુમલો કરતા ફિરોજભાઈને ડાબા હાથની આંગળીમાં ફેક્ચર જેવી ઇજાઓ પહોંચી હતી, જેથી આ મામલે પોલીસે આરોપી દિપક કોળી વિરુદ્ધ વળતી ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t




