Monday, April 13, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર ખાતે સામાન્ય બાબતમાં 74 વર્ષીય વૃદ્ધ પર ત્રણ શખ્સોનો હુમલો, પોલીસ...

    વાંકાનેર ખાતે સામાન્ય બાબતમાં 74 વર્ષીય વૃદ્ધ પર ત્રણ શખ્સોનો હુમલો, પોલીસ ફરિયાદ નોંધાઈ….

    વાંકાનેર શહેરમાં પરશુરામ પોટરી વિસ્તાર નજીક અંદરોઅંદર ઝઘડો કરી રહેલા શખ્સોની માથાકૂટમાં પોતાનો પૌત્ર તો સામેલ નથી ને, માત્ર તે જોવા ગયેલા 74 વર્ષીય વૃદ્ધ પર ત્રણ શખ્સોએ હુમલો કરી ધક્કો મારીને નીચે પછાડી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપવા મામલે વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે…

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરમાં પરશુરામ પોટરી નજીક, ડો. દેલવાડિયાના દવાખાના પાસે રહેતા ૭૪ વર્ષીય મનજીભાઈ છનાભાઈ સોલંકી બપોરના સમયે પોતાના ઘરે હોય, ત્યારે તેમના ઘર નજીક ત્રણ શખ્સો વચ્ચે માથાકૂટ અને ઝઘડો ચાલી રહ્યો હતો. દરમિયાન બહાર થઈ રહેલા આ ઝઘડામાં પોતાનો પૌત્ર દિલીપ તો નથી ને, તેવી ચિંતા સાથે વૃદ્ધ મનજીભાઈ તપાસ કરવા માટે બનાવના સ્થળે જતા,

    અહીં પાડોશમાં જ રહેતા આરોપી ૧). નિલેશભાઇ મુકેશભાઇ ગુગડીયા, ૨). સાહીલભાઇ મુકેશભાઇ ગુગડીયા અને ૩). દિવ્યેશભાઇ મુકેશભાઇ ગુગડીયાએ ઉશ્કેરાઈ જઈને મનજીભાઈ પર હુમલો કરી ૭૪ વર્ષીય વૃદ્ધને જોરથી ધક્કો મારીને જમીન પર પછાડી દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ મામલે વાંકાનેર સીટી પોલીસમાં ત્રણ ઇસમો વિરુદ્ધ ગુનો નોંધાયો છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!