
વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં આવેલ એક કારખાના પાસેથી બે દિવસ પહેલા એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો, જેમાં પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પી.એમ. કરાવતા આ વ્યક્તિનું મોત કોઈ શંકાસ્પદ સંજોગોમાં નહીં પરંતુ ફેફસાની બીમારીના કારણે થયું હોવાનું સામે આવ્યું છે….


બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેરના જાલીડા ગામની સીમમાં આવેલ વેસ્ફો ઇકો પ્રોડક્ટસ નામના કારખાનાની દીવાલ બહાર, ઇલેક્ટ્રિક સબ-સ્ટેશન પાસેથી બે દિવસ પૂર્વે આશરે ૩૫ થી ૪૫ વર્ષની ઉંમરના એક અજાણ્યા પુરુષની લાશ બિનવારસી હાલતમાં મળી આવી હતી. બનાવની જાણ થતાં જ વાંકાનેર તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી જઇ,
પ્રાથમિક તપાસ હાથ ધરી મૃતકના મોતનું સાચું કારણ જાણવા માટે પોલીસે લાશને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ (પી.એમ.) અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી. જેમાં તબીબી તપાસ અને ફોરેન્સિક પી.એમ. રિપોર્ટમાં અજાણ્યા વ્યક્તિનું મોત ‘ફેફસાની બીમારી’ સબબ થયું હોવાનો ખુલાસો થયો છે, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t




