Sunday, April 12, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર ખાતે અબોલ જીવો માટે પાણીના પરબીયા અને કીડિયારું ભરેલા નાળિયેરનું વિતરણ...

    વાંકાનેર ખાતે અબોલ જીવો માટે પાણીના પરબીયા અને કીડિયારું ભરેલા નાળિયેરનું વિતરણ કરાયું….

    ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતાં જ વાંકાનેરમાં જીવદયા પ્રેમીઓ દ્વારા અબોલ પક્ષીઓ અને જીવો માટે એક સરાહનીય અને પ્રેરણાદાયી સેવા કાર્ય કરવામાં આવ્યું છે. જેમાં વાંકાનેરના શ્રી ગઢિયા હનુમાન મિત્ર મંડળ દ્વારા પક્ષીઓ માટે પાણીના પરબીયા અને કીડીઓ માટે કીડિયારું ભરેલા નાળિયેરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે….

    આ સેવાકીય આયોજન સ્વ. દમયંતીબેન ધીરજલાલ જાનીની ૫મી પુણ્યતિથિ નિમિત્તે તેમના સ્મરણાર્થે હ. ચેતનભાઈ જાનીના સહયોગથી કરવામાં આવ્યું હતું. જેમાં કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પીવાના પાણીની કે ખોરાકની કોઈ તકલીફ ન પડે તેવા ઉમદા હેતુથી ગઇકાલ શનિવારના જીનપરા ચોક ખાતે સંસ્થા દ્વારા અંદાજે 1000 જેટલા કીડિયારું ભરેલા નાળિયેર અને 1000 પાણીના પરબીયાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!