Saturday, April 11, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર નગરપાલિકા ચૂંટણીમાં મોટો ઉલટફેર : દાયકાઓ બાદ કોંગ્રેસે તમામ 28 બેઠકો...

    વાંકાનેર નગરપાલિકા ચૂંટણીમાં મોટો ઉલટફેર : દાયકાઓ બાદ કોંગ્રેસે તમામ 28 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા, 3 ઉમેદવારો બિનહરીફ…

    વાંકાનેર નગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને મોટી નવાજૂની જોવા મળી રહી છે. શહેરી વિસ્તારોમાં લાંબા સમયથી બેકફૂટ પર ધકેલાયેલી કોંગ્રેસમાં અચાનક નવો પ્રાણ ફૂંકાયો હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે. દાયકાઓ પછી પ્રથમ વખત કોંગ્રેસ દ્વારા નગરપાલિકાની તમામ 28 બેઠકો પર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. એટલું જ નહીં, ફોર્મ ભરવાના અંતિમ દિવસે જ કોંગ્રેસે ત્રણ બેઠકો પર બિનહરીફ જીત સાથે ખાતું ખોલાવ્યું છે….

    આજરોજ ચૂંટણી પંચ સમક્ષ ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે વાંકાનેર નગરપાલિકાના વોર્ડ નંબર 4 માંથી માત્ર કુલ પાંચ જ ફોર્મ ભરાયા હતા. સ્પર્ધકોના અભાવે આ વોર્ડમાંથી કોંગ્રેસના ત્રણ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. મતદાન પહેલા જ ત્રણ બેઠકો પર વિજય પતાકા લહેરાતા શહેર કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે….

    અત્રે નોંધનીય છે કે, વાંકાનેર શહેરને વર્ષોથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નો મજબૂત ગઢ માનવામાં આવે છે. શહેરી વિસ્તારમાં કોંગ્રેસ લાંબા સમયથી નબળી સ્થિતિમાં હતી. પરંતુ આ વખતે તમામ 28 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખીને કોંગ્રેસે ભાજપને સીધી ટક્કર આપવાનો સંકેત આપ્યો છે. રાજકીય પંડિતોના મતે, વાંકાનેર જેવા ભાજપના અભેદ્ય કિલ્લામાં કોંગ્રેસ પાસે ગુમાવવા માટે કંઈ નથી, તેથી તેમના માટે અહીં ‘ વકરો એટલો નફો ‘ જેવો ઘાટ છે. હવે જોવું એ રહ્યું કે કોંગ્રેસનો આ નવો જુસ્સો મતદાનના દિવસે અને પરિણામોમાં કેટલો પ્રભાવ પાડી શકે છે….

    વાંકાનેર નગરપાલિકાની 28 બેઠકો પર ભરાયેલા ઉમેદવારીપત્રોની યાદી….

    વોર્ડ નંબર ૦૧

    ૧). હેમીબેન કાળુભાઈ ગોરીયા – કોંગ્રેસ
    ૨). જયાબેન શીવાભાઈ દેકાવાળીયા- કોંગ્રેસ
    ૩). શાજીભાઈ જેરામભાઈ દેકાવાડીયા – કોંગ્રેસ
    ૪). વિજયભાઈ છગનભાઇ માંડાણી- કોંગ્રેસ
    ૫). કાંતીલાલ રાયમલ કુંઢીયા – ભાજપ
    ૬). સંજયકુમાર છગનભાઇ જાડા – ભાજપ
    ૭). વર્ષાબેન કીરીટભાઇ વ્યાસ – ભાજપ
    ૮). અલ્પા રાહુલભાઇ રીબડીયા – ભાજપ
    ૯). પુનીબેન રમેશભાઈ કોબીયા
    ૧૦). ધુનાબેન કરમશીભાઈ કડીવાર

    વોર્ડ નંબર ૦૨

    ૧૧). જાગૃતિબેન ચેતનકુમાર ચૌહાણ – કોંગ્રેસ
    ૧૨). નયનાબેન રાજેશભાઈ માલકીયા- કોંગ્રેસ
    ૧૩). અરવિંદભાઈ રામજીભાઈ આંબલીયા- કોંગ્રેસ
    ૧૪). નંગાજીભાઈ સવજીભાઈ ભાટી- કોંગ્રેસ
    ૧૫). પ્રધ્યુમનસિંહ ભુપતસિંહ પઢીયાર – ભાજપ
    ૧૬). રમેશભાઇ વશરામભાઇ વોરા – ભાજપ
    ૧૭). ભુમીકા અંકાતભાઈ નંદાસીયા – ભાજપ
    ૧૮). નેહાબેન દિપકભાઈ ધામેચા – ભાજપ
    ૧૯).આશા અલ્પેશભાઈ અઘારા
    ૨૦). જીજ્ઞેશકુમાર હીરાભાઈ મકવાણા
    ૨૧). પંકજભાઈ શામજીભાઈ જાદવ
    ૨૨). રાજેશભાઈ ભુરાભાઈ બદ્રકીયા

    વોર્ડ નંબર ૦૩

    ૨૩). હેમીબેન કાળુભાઈ ગોરીયા – કોંગ્રેસ
    ૨૪). જરીનાબેન મહેબૂબભાઈ મોવર- કોંગ્રેસ
    ૨૫). વિક્રમ નવનીતકુમાર ગેલોચ- કોંગ્રેસ
    ૨૬). દિલીપભાઈ શામજીભાઈ ડેડાણ- કોંગ્રેસ
    ૨૭). ધર્મેન્દ્રસિંહ ગેલુભા જાડેજા – ભાજપ
    ૨૮). જીગ્નેશભાઇ મહેશભાઈ નાગ્રેયા – ભાજપ
    ૨૯). ગીતાબેન દિપકકુમાર દોશી – ભાજપ
    ૩૦). રિધ્ધી રાહુલ ડેડાણ
    ૩૧). જ્યોતિ રવિ જોગડીયા – ભાજપ

    વોર્ડ નંબર ૦૪

    ૩૨). અફસાનાબેન ઈરફાનભાઈ પીપરવાડીયા- કોંગ્રેસ*
    ૩૩). એકતાબેન હસમુખભાઈ ઝાલા- કોંગ્રેસ*
    ૩૪). મહંમદભાઇ રહેમાનભાઈ રાઠોડ – કોંગ્રેસ*
    ૩૫). અશરફભાઈ અનવરભાઈ ચૌહાણ – કોંગ્રેસ
    ૩૬). ઝાકીરહુશેન મહમદહનિફ મેસાણીયા

    વોર્ડ નંબર ૦૫

    ૩૭). શરીફાબેન મહંમદભાઇ રાઠોડ – કોંગ્રેસ
    ૩૮). એકતાબેન હસમુખભાઈ ઝાલા- કોંગ્રેસ
    ૩૯).વિજય નવનીતભાઈ ગેલોચ- કોંગ્રેસ
    ૪૦). ચેતનકુમાર રસીકભાઈ ચૌહાણ- કોંગ્રેસ
    ૪૧). દિનેશભાઇ અશોકભાઈ સોલંકી – ભાજપ
    ૪૨). હર્ષિત દિનેશકુમાર સોમાણી – ભાજપ
    ૪૩). માધવીબેન દીપકભાઇ દવે – ભાજપ
    ૪૪). મયુરીબેન જયેશભાઇ પાટડીયા – ભાજપ
    ૪૫). દર્શના વિસાલભાઈ સંઘવી

    વોર્ડ નંબર ૦૬

    ૪૬). અંજનાબેન હિરેનભાઇ વાઢેર- કોંગ્રેસ
    ૪૭). આબેદાબેન અબ્દુલરહીમ કાઝી – કોંગ્રેસ
    ૪૮). શામજીભાઈ દિનેશભાઈ દેલવાડીયા- કોંગ્રેસ
    ૪૯). ફીરોજ અબ્દુલભાઈ દલ- કોંગ્રેસ
    ૫૦). બ્રિજરાજસિંહ અર્જુનસિંહ ઝાલા – ભાજપ
    ૫૧). ચેતન ધીરજલાલ કુણપરા – ભાજપ
    ૫૨). અંજનાબેન નિલેશગીરી ગૌસ્વામી – ભાજપ
    ૫૩). કિંજલબેન અરૂણ સોલંકી
    ૫૪). જયશ્રીબેન જયસુખભાઇ સેજપાલ
    ૫૫). મીનાક્ષી કાંતિલાલ વોરા

    વોર્ડ નંબર ૦૭

    ૫૬). જયાબેન શિવાભાઈ દેકાવડીયા- કોંગ્રેસ
    ૫૭). આબેદાબેન અબ્દુલરહીમ કાઝી – કોંગ્રેસ
    ૫૮). ગોવિંદભાઈ બચુભાઈ ઝાલા- કોંગ્રેસ
    ૫૯). ચેતનકુમાર રસીકભાઈ ચૌહાણ- કોંગ્રેસ
    ૬૦). વિશાલ મોનાભાઈ લામકા – ભાજપ
    ૬૧). અજયભાઇ ભરતભાઈ ડાભી – ભાજપ
    ૬૨). વિજ્યાબેન મનુભાઈ સારેસા – ભાજપ
    ૬૩). સુનીતા વિજયભાઈ મદ્રેસાણીયા – ભાજપ

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!